વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા આયોજન કાનૂની માર્ગદર્શન જનજાગૃતિ સેમિનાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન - વડોદરા યુવા સંગઠન, સામાજિક સંગઠન અને મહિલા સંગઠનના સહયોગથી સમાજના સનાતની ભાઈ-બહેનો માટે “કાનૂની માર્ગદર્શન અંગે સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં યોજાનાર બેચ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે, વહેલા તે પહેલા ના ધોરણે લિંક https://www.vuf.org/form/કાનૂની-જાગૃતિ-અભિયાન-vuf-vadodara ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવો. આયોજનની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કુલ : 3 સત્ર, દરેક સત્ર: 1.5 કલાક સમય : રાત્રે 8:30 થી 10:00 વાગ્યા સુધી સ્થળ - @ વડોદરા કાર્યાલય વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઓફિસ, કુણાલ કોમ્પ્લેક્સ, ત્રીજો માળ, ભગવા ચોક પાસે, નિઝામપુરા, વડોદરા. સંપર્ક સૂત્ર: વિરલ પટેલ, સહમંત્રી (યુવા સંગઠન - વડોદરા) Mo. 99784 41912 સેમિનારમાં મળશો: દૈનિક જીવનમાં ઉપયોગી કાનૂની માહિતી નિષ્ણાત વકીલ પાસેથી માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી તક શું આપ આપના કાનૂની અધિકારો અને ફરજો વિશે સંપૂર્ણ માહિતી ધરાવો છો? આજના સમયમાં દરેક વ્યક્તિ માટે કાનૂની જાગૃતિ અત્યંત જરૂરી છે. યોગ્ય કાનૂની માહિતી દ્વારા આપણે પોતાનું, પરિવારનું, સમાજનું, ધર્મનું અને રાષ્ટ્રનું વધુ સારી રીતે રક્ષણ કરી શકીએ.